STREET NEWS BANASKANTHA
હંમેશા સત્ય ની સાથે
DAVE VIPUL SHASHIKANT – MEMBER . RNI OF INDIA. RNI.NO.GUJGUJ/2015/65614
EDITOR – STREET NEWS - GUJARAT
TRUSTEE – AASTHA FOUNDATION,
RAJKOT.
MEMBER.MEDIA DEVELOPMENT OF INDIA PRESS MEDIA ASSOCIATION.GUJARAT.
MEMBER, FORUM FOR FAST JUSTICE (INDIA)
SECRETARY, SOCIETY FOR FAST JUSTICE (GUJARAT)
FOUNDER TRUSTEE.
CITY & DISTRICT PRESS REPORTERS' AND PRESS PHOTOGRAPHERS' ASSOCIATION.
RAJKOT-GUJARAT.
MEMBER.ABPSS
🔘RNI- GUJGUJ/2015/65614
STREET NEWS (banaskatha)
Editor:
Vipul sashikantBhai Dave
Bhavnaben raval
Head office Amdavad
STREET NEWS*
*Subscribe & Share*
📧 *Mail : streetnewsgujarat@gmail.com
streetnews786@gmail.com
🌎 *Website : www.streetnewsgujarat.com*
Office Address:
HEAD OFFICE "SHIVANJALI" 4/8, VANIA WADI, opp:- AMAR STD-PCO,RAJKOT-360002
👉Editor:_vipulbhai Dave
👉RNI -GUJGUJ/2015/65614
🌐🌐🌐🌐🌐
Followers
Subscribe
Likes
Shere
🖕🖕🖕🖕🖕
STREET NEWS GUJARAT (Banaskantha)
https://youtu.be/_VdXXMz6pTI
1 week ago | [YT] | 0
View 0 replies
STREET NEWS GUJARAT (Banaskantha)
ચીન માં પ્રસરેલા વાયરસ ના પગલે તંત્ર એલર્ટ
ચીન માં આવેલા HMPV વાયરસ અંગે પ્રેસ નોટ રિલીઝ
લોકો ને સતર્ક રહેવા માટે એલર્ટ જાહેર કરાયું
વાયરસ મામલે એલર્ટ જાહેર કરાયું
શું કરવું અને શું ના કરવું એ માટે લોકો ને એલર્ટ કરાયા
શરદી-તાવ ના સામાન્ય લક્ષણ આ નવા વાયરસ દેખાય છે
2 weeks ago | [YT] | 2
View 0 replies
STREET NEWS GUJARAT (Banaskantha)
સમગ્ર જનતા જનાર્દન નો આભાર સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાત તરફથી
1 year ago | [YT] | 1
View 0 replies
STREET NEWS GUJARAT (Banaskantha)
Live
1 year ago | [YT] | 0
View 0 replies
STREET NEWS GUJARAT (Banaskantha)
બિગ બ્રેકિંગ...
બનાસકાંઠા માં ભૂકંપ નો આચકો અનુભવાયો...
ડીસા, પાલનપુર દાંતીવાડા સહિત જિલ્લા માં ભુકંપના આંચકા અનુભવાયા..
સવારના પહોરમાં ધરતી ધુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા..
૬.૨૯ મિનિટ પર અનુભવાયો આચકો...
ડીસા શહેરમાં ભુકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો..
1 year ago | [YT] | 5
View 0 replies
STREET NEWS GUJARAT (Banaskantha)
આ ગામમાં એક પણ વ્યક્તિ ધાબાવાળું મકાન બનાવતો નથી.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલ પેપળુ ગામનો ઇતિહાસ 700 વર્ષ જૂનો છે આ ગામમાં 5,000 થી પણ વધુ વસ્તી ધરાવતું ગામ છે તેમ છતાં પણ આજે પણ આ ગામમાં એક પણ સમાજનો વ્યક્તિ રહેવા માટે ધાબા વાળું ઘર બનાવી શકતો નથી શા માટે આ ગામમાં એક પણ મકાન ધાબાવાળું બનતું નથી જુઓ અમારા આ ખાસ અહેવાલમાં.
ભારતમાં ક્ષત્રીય દરબાર સમાજના લોકો ઈતિહાસ ખુબ જ ઉજળો જોવા મળે છે.. પોતાની જીદ અને નીડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવા માટે મશહૂર છે.. વર્ષો અગાઉ રાજસ્થાનના ઝાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઇ ગયા.. જે તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડાઓ પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા.. આ અરસામાં મોગલોએ જયારે ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર ચઢાઈ કરી ત્યારે શક્તિશાળી મોગલો થી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસિંહે ચોથબાને નાથ બાબજી નામના એક સંતને સોંપી દીધી હતી. રાજાની આવી સુચના બાદ મોગલોની નજરથી ચોથબાને બચાવી આ સંત ચોરી છુપીથી રવાના થઇ જઈ ડીસા તાલુકાના પેપળુ ગામે આવી પહોંચ્યા હતા.. પેપળુ પહોંચ્યા બાદ ચોથબા ઉંમર લાયક થતા તેમના લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતા.. પરંતુ રાજસ્થાનથી લાવેલા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતાને લઇ પેપળુ ગામની નજીકમાં જ આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા.. અને ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું. ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે મુડેઠાથી ચુંદડી લઇ પેપળુ જતા અને ત્યાં રાત રોકી ભાઈ-બીજના દિવસે પરત ફરતા. તે સમયે મોગલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા.. જે બખ્તર આજે પણ હયાત છે. અને આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓએ સાડા સાતસો વર્ષથી જાળવી રાખી છે. પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઇ ચોથબાને ઓઢાડવા જાય છે અને ભાઈ બીજના દિવસે પરત મુડેઠા આવીને ઉત્સાહમાં પટ્ટા ખેલીને હ્ડીલા ગાય છે.. વર્ષો પહેલા તે આપણું ગામ ની સ્થાપના થઈ તે સમયનો વંશ આજે પણ પેપળુ ગામે વસવાટ કરે છે વાઘેલા પરિવારના ત્રણ ભાઈઓ પોતાના પરિવાર સાથે આજે પણ 700 વર્ષથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ ગામમાં નિભાવી રહ્યા છે.
લાખણી તાલુકાના પેપળુ ગામે આવેલ નકળંગ ભગવાનના મંદિર નો ઇતિહાસ આ ગામ સાથે જોડાયેલો છે વર્ષો પહેલા સાધુ સંતો દ્વારા નકળંગ ભગવાનના મંદિરે પૂજા અર્ચના કરવામાં આવતી હતી તે સમયથી સાધુ સંતો દ્વારા આ ગામમાં એક પણ મકાન ધાબાવાળું ન બનાવવા માટે ગામ લોકોને જણાવવામાં આવ્યું હતું. અને જે પણ વ્યક્તિ આ ગામમાં નકળંગ ભગવાનના મંદિરથી ઉપર ધાબાવાળું મકાન બનાવશે તેના પરિવારમાં વિઘ્નો શરૂ થઈ જશે તેવો શ્રાપ આપીને ગયા હતા તે દિવસથી આજ દિન સુધી આ ગામમાં એક પણ વ્યક્તિ ધાબા વાળું મકાન બનાવતો નથી અને તમામ લોકો એક માળનું પતરાવાળું મકાન બનાવીને પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે મહત્વની વાત છે કે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ દરેક સમાજના લોકો આ ગામમાં નિભાવી રહ્યા છે જ્યાં પણ નજર કરીએ ત્યાં માત્ર નળિયાવાળા જ ખર્ચ જોવા મળે છે અહીં શાળાઓ પણ નળિયા અને પતરાવાળી બનાવવામાં આવી છે અને હાલ આ શાળાઓમાં બાળકો અભ્યાસ પણ લઈ રહ્યા છે..
દરેક ગામ આજે વિકાસના પંથે આગળ વધી રહી છે. પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા નું પેપળુ ગામ પોતાના ઇતિહાસને લઈ આજે પણ પરંપરા નિભાવી રહ્યું છે 5000 થી વધુનું વસ્તી ધરાવતું આ ગામ આજે પણ 700 વર્ષ પહેલાં સાધુ સંતો દ્વારા આપવામાં આવેલી મકાનની પરંપરા આજે પણ નિભાવી રહ્યા છે આજે સામાન્ય રીતે કોઈપણ લગ્ન દીકરી કે દીકરાને કરવાના હોય ત્યારે તેમનો પરિવાર સામે કેવું ઘર છે અને કેવો પરિવાર છે તે જોઈને લગ્ન કરતા હોય છે જ્યારે આ ગામમાં તો એક પણ મકાન ધાબાવાળું નથી તે અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે વર્ષોથી ચાલી આવતી અમારા ગામની આ પરંપરા આજુબાજુના મોટાભાગના ગામોમાં લોકો જાણે છે અને તેના કારણે જ અમારા ગામમાંથી દીકરી આપવાની હોય કે પછી દીકરીને લગ્ન કરીને લાવવાની હોય કોઈ જ મુશ્કેલી પડતી નથી વર્ષોથી ચાલી આવતી આ પરંપરા ને લઈ લોકો પણ લગ્ન પ્રસંગે ધામધૂમ પૂર્વક જોડાઈ અને લગ્નગ્રંથિથી આ ગામના લોકો સાથે જોડાય છે. આ ગામમાં મોટો પરિવાર હોય તો પણ એક જ દિવાલ વચ્ચે મકાનો બનાવી ભાઈઓ એકબીજાને સાથ સહકાર આપે પોતાનું જીવન જીવે છે સામાન્ય રીતે આજે મોજ શોખની દુનિયામાં જીવતા લોકો કરતા આ ગામના લોકોનું જીવન એક અલગ રીતે તરી આવે છે.
સામાન્ય રીતે આજની યુવાપેઢી મોજ શોખથી પોતાનું જીવન જીવતા હોય છે આજે જે પ્રમાણે શહેરીકરણનું પ્રમાણ વધી રહ્યું છે તે પ્રમાણે યુવા પેઢી પણ દિવસેને દિવસે પોતાના મોજ શોખ માટે લાખો રૂપિયા વેડથી નાખતા હોય છે. સામાન્ય રીતે આજની યુવા પેઢી પોતાનું સારું જીવન પસાર કરવા માટે અત્યારે સારા એવા મકાનમાં રહેતા હોય છે અને તે મકાનમાં તમામ પ્રકારની સુવિધાઓથી પોતાનું જીવન જીવતા હોય છે પરંતુ આ તમામ બાબતો વચ્ચે પેપળુ ગામની યુવા પેઢી કંઈક અલગ કરી આવે છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરાઓને આજે પણ પેપળુ ગામના યુવાનો જાળવી રાખી છે આ ગામના યુવાનો જણાવી .રહ્યા છે કે 700 વર્ષથી અમારા ગામમાં એક પણ મકાન ધાબાવાળું બન્યું નથી તે પરંપરા આજે પણ અમે લોકોએ જાળવી રાખી છે અને આવનારા સમયમાં પણ આ પરંપરા આ ગામમાં ચાલુ રહેશે જ્યાં એક બાજુ શહેરી વિસ્તાર ના યુવાનો આજે મોજ શોખથી જીવન જીવી રહ્યા છે પરંતુ તે તમામ બાબતોથી અમારા ગામના યુવાનો પર કોઈ જ અસર પડતી નથી અને વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યુવાનોમાં પણ અકબંધ જોવા મળી રહી છે.
પેપળુ ગામ એ 5,000 ની વસ્તી ધરાવતું ગામ છે અહીં ઠાકોર રબારી વાલ્મિકી રાવળ લુહાર અને અન્ય સમાજના લોકો વસવાટ કરે છે. પરંતુ 700 વર્ષથી ગામમાં ધાબા વાળું મકાન ન બનાવવાની પરંપરા આજે પણ આ તમામ સમાજના લોકો નિભાવી રહ્યા છે વર્ષો પહેલા આ ગામમાં રબારી સમાજના બે લોકો દ્વારા આ ગામમાં ધાબા વાળું મકાન બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ ગામમાં વર્ષોથી લોકોમાં એવી શ્રદ્ધા છે કે જે પણ વ્યક્તિ આ ગામમાં ધાબાવાળું મકાન બનાવશે તેના ઘરની પરિસ્થિતિ નકળંગ ભગવાન સારી નહીં રહેવા દે. ત્યારે ધાબા વાળું મકાન બનાવતા જ રબારી સમાજના બે પરિવારોને પરિસ્થિતિ બગડવાની શરૂઆત થઈ અને તાત્કાલિક ધાબુ તોડવામાં આવ્યું છે બાદ આ પરિવારની ફરીથી પરિસ્થિતિ સારી થઈ. તો બીજી બાજુ લુહાર સમાજના વ્યક્તિ દ્વારા પણ આ ગામમાં ધાબુ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ ધાબુ બનાવતાની સાથે જ તેના પરિવારમાં પણ બનાવો બનવાના શરૂ થઈ ગયા અને તાત્કાલિક તેને ધાબો બનાવેલું તોડી નાખ્યું આમ આ ગામમાં જે પણ વ્યક્તિ ધાબા વાળું મકાન બનાવવાની શરૂઆત કરે છે તેના ઘરની પરિસ્થિતિ બગડવાની શરૂઆત થઈ જાય છે જેના કારણે આજે પણ આ ગામમાં એક પણ વ્યક્તિ ધાબાવાળું મકાન બનાવતો નથી.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપળુ ગામનો ઇતિહાસ 700 વર્ષ જૂનો છે. અને આ ગામમાં 700 વર્ષથી સાધુ સંતો દ્વારા આપવામાં આવેલું વચન આજે પણ આ ગામના લોકો નિભાવી રહ્યા છે ત્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધાબાવાળું મકાન નહીં પરંતુ સાદા નળિયાવાળા મકાનની પરંપરા આગળ પણ યુવા પેઢી જણાવશે તેવું હાલ તો તે પેપળુ ગામના લોકો માની રહ્યા છે.
1 year ago | [YT] | 3
View 0 replies
STREET NEWS GUJARAT (Banaskantha)
ચીકી નાબૂદ કરો મોહનથાળ ચાલું કરો ના પોસ્ટર લાગ્યા
1 year ago (edited) | [YT] | 1
View 0 replies
STREET NEWS GUJARAT (Banaskantha)
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ થયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર, બનાસકાંઠા “
શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓએ મીલ્કત સંબધી તેમજ ચોરીના બનતા ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય.
જે સુચના અન્વયે શ્રી એસ.ડી.ધોબી પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી એ.બી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમીયાન બાતમી હકીકત મેળવી જગદીશભાઇ દરઘાભાઇ રાઠોડ રહે ઝેટા તા. થરાદ વાળાઓને મોટર સાયકલ સાથે રોકાવી પકડી પાડી તેણે તથા તેની સાથેના નીલેશભાઇ રામાભાઇ રાઠોડ રહે. ઝેટા તા. થરાદ વાળાઓએ સાથે મળી નીચે મુજબના ગુનાઓ આચરેલ છે.
કબજે કરેલ મુદામાલ
(૧) હિરો હોન્ડા સ્પલેન્ડર ચેચીસ નં. 03144 તથા એન્જીન નં. 03080 નો છે જેની કિ.રૂ. ૨૦૦૦૦/-
(૨) હિરો હોન્ડા પેસનપ્લસ ચેચીસ નં. 8GE59163 તથા એન્જીન નં. 8GE68916 નો છે કિ.રૂ. ૨૦૦૦૦/-
(૩) હિરો હોન્ડા સ્પલેન્ડર મો.સા ચેચીસ નં.MBLHA10ALDHF09340 એન્જી નં. HA10EJ0HF24882 કિ.રૂ. ૩૦૦૦૦/-
(૪) હિરો હોન્ડા સ્પલેન્ડર મો.સા ચેચીસ નં.MBLHA10EE8HH16149 એન્જી નં. HA10EA8HH40862 કિ.રૂ. ૨૦૦૦૦/-
ડીટેકટ થયેલ ગુનાની વિગત
1 year ago | [YT] | 7
View 0 replies
Load more